મોરવા(હ)ના કુવાઝર ગામના ફરિયાદીના એક્સિસ બેંકના ખાતા અને ક્રેડિટ કાર્ડમાંથી 1.42 લાખની ઓનલાઈન ફ્રોડ થયાની ફરિયાદ

મોરવા(હ)ના કુવાઝર ગામના ફરિયાદીના એક્સિસ બેંક એકાઉન્ટના ખાતામાંથી તેમજ ક્રેડિટકાર્ડ દ્વારા 1,42,847/-રૂપિયાની ઓનલાઈન ફ્રોડ કરી રૂપિયા ઉપાડી લેતા આ બાબતે મોરવા(હ)પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મોરવા(હ)તાલુકાના કુવાઝર ગામે રહેતા ફરિયાદી ખાલીદ હુસેન સુલેમાન હાજીનુ એક્સિસ બેંકમાં એકાઉન્ટ ધરાવતા હોય અજાણ્યા આરોપી પોતાના મોબાઈલ ફોન નં.-917873130962, 8485887073 દ્વારા ખાતામાંથી રૂપિયા 26,005/-તથા ક્રેડિટ કાર્ડ ઉપરથી રૂ.99,569/-તથા રૂ.17,273/-મળી કુલ રૂ.1,42,847/-ઓનલાઈન ઉપાડી લઈ ફ્રોડ કરતા આ બાબતે મોરવા(હ)પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.