મોરવા(હ)ના ખાબડા ગામે બાળકનુ શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી મોત

પંચમહાલ જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરાનો વાવડ ફેલાતા જિલ્લામાં કુલ 15 કેસ નોંધાયા હતા. જેમાં આરોગ્ય વિભાગ દ્વારા 15 બાળકોના રિપોર્ટ લેબોરેટરીમાં મોકલાતા 15 કેસમાંથી 7 કેસ ચાંદીપુરા પોઝીટીવ અને 7 બાળકોના રિપોર્ટ નેેગેટિવ આવ્યા હતા. જયારે એક કેસનો રિપોર્ટ પેન્ડિંગ છે. 7 પોઝીટીવ કેસમાં મોરવા(હ)ના ખાબડા ગામનો બાળકનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. તે સારવાર હેઠળ હતો. ખાબડા ગામનો બાળકનુ શંકાસ્પદ ચાંદીપુરાથી મોત થયુ હતુ. બે દિવસ પહેલા ગોધરાના મોરાડુંગરા ગામના બાળકનુ પણ મોત થયુ હતુ. આમ શંકાસ્પદ ચાંદીપુરાથી 7 બાળકોના મોત થયા છે. જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરાના કેસ વધુ નોંધાયા ન હોવાથી આરોગ્ય વિભાગે હાશકારો લીધો છે. ત્યારે આરોગ્યની ટીમ ધરે ધરે સર્વેલન્સ અને દવાનો છંટકાવ કરીને રોગને ફેલાવાતા અટકાવવાના પ્રયાસો કરી રહી છે.