શહેરા,મોરવા હડફ તાલુકાના કસનપુર ગામની પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા બારીઆ આરતસિંહ સમરસિંહ 31/5/23 નાં રોજ વય નિવૃત્ત થતા તેમનો સન્માન સમારોહ ધારાસભ્ય નિમિષાબેન સુથાર, સાંસદ રતનસિંહ રાઠોડ, તાલુકા ભાજપ અગ્રણી વિજયસિંહ પટેલ અને મહેન્દ્રસિંહ બારીઆની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો. શાળા ખાતે રાખવામાં આવેલ વય નિવૃત્તિ સન્માન સમારોહમાં તાલુકાના અગ્રણીઓ તેમજ શાળા પરિવાર અને ગામના અગ્રણીઓ દ્વારા વિદાય લેતા આચાર્ય આરતસિંહ બારીઆને ફળ, સાલ ઓઢાડી અને તેમનું નિવૃત્તિ જીવન સુખમય નિવડે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. જ્યારે શાળા પરિવાર દ્વારા શાળામાં તેમની કરેલી કામગીરીને બિરદાવરી હતી. આ વય નિવૃત્તિ સન્માન સમારોહમાં સ્થાનિક ગ્રામજનો અને શાળામાં અભ્યાસ કરતા બાળકો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.