મોરવા(હ)ના હડફ ડેમમાં 3850 કયુસેક પાણી છોડાયુ

શહેરા, મોરવા(હ)ના હડફ ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થતાં ડેમના બે ગેટ ખોલી 3850 કયુસેક પાણી હડફ નદીમાં છોડવામાં આવ્યુ હતુ.

પંચમહાલ જિલ્લાના મોરવા(હ)તાલુકામાં આવેલ હડફ ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થતાં ડેમના બે ગેટ ખોલી ડેમમાંથી પાણી છોડાયુ હતુ. ડેમનુ કુલ લેવલ જાળવી રાખવા ડેમમાંથી 3850 કયુસેક પાણી હડફ નદીમાં છોડવામાં આવ્યુ છે. ઉપરવાસમાં સારો વરસાદ થતાં હડફ ડેમમાં 3750 કયુસેક પાણીની આવક નોંધાઈ હતી. જેને લઈને પાણીની આવકમાં સતત વધારો થતાં ડેમના બે ગેટ ખોલવાની ફરજ પડી હતી. હડફ ડેમમાંથી પાણી છોડાતા તંત્ર દ્વારા નદી કાંઠાના 6 જેટલા ગામો સાવચેત કરી માતરીયા વેજમા, મોરવા, ખાનપુર, કુવાઝર અને બલુખેડી જેવા ગામના લોકોને નદીમાં નહિ જવાની સુચના અપાઈ હતી.