ગોધરા, મોરવા(હ)તાલુકાના ગોભણી ગામે વિજયા લક્ષ્મી પેટ્રોલપંપની 13 જાન્યુઆરી 2024ના રોજ પુરવઠા અધિકારીએ તપાસ હાથ ધરી હતી. જેમાં ગેરરિતી જણાતા પુરવઠા વિભાગે 652 લીટર પેટ્રોલ તથા 719 લીટર ડીઝલ મળીને કુલ 1371 લીટર પેટ્રોલ-ડીઝલનો જથ્થો સીઝ કર્યો હતો. સીઝ કરેલ જથ્થાનો કેસ કલેકટરને સબમીટ કર્યો હતો. કલેકટર દ્વારા કેસ ચલાવી કેસના ગુનાના આધારે વિજયા લક્ષ્મી પેટ્રોલપંપના માલિકને રૂ.1,31,493/-નો દંડનો હુકમ કરાયો હતો. જે રકમ પેટ્રોલપંપના માલિક દ્વારા ચલણ ભરી અસલ ચલણ તા.9મેના રોજ રજુ કરી હતી. જયારે વિજયા લક્ષ્મી પેટ્રોલપંપ પર ગેરરિતી મળતા પુરવઠા અધિકારીએ ઈંધણ કંપનીને એજન્સી રદ્દ કરવાનો પત્ર લખ્યો છે.