મોરવા(હ)ના ડાગરીયા ચોકડી પાસે જવેલર્સ દુકાનમાંથી ચોર ઈસમોએ 3.58 લાખના દાગીના ચોરી કરી ફરાર

મોરવા(હ)ના ડાગરીયા ચોકડી પાસે આવેલ જવેલર્સની દુકાનને અજાણ્યા ચોર ઈસમોએ નિશાન બનાવી હતી. દુકાનનુ શટર તોડી દુકાનમાં રાખેલ ચાંદીના દાગીના કિ.રૂ.3,58,200/-ચોરી કરી જતાં આ બાબતે મોરવા(હ)પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મોરવા(હ)ના ડાગરીયા ચોકડી પાસે ફરિયાદી હિરેનકુમાર સુભાષચંદ્ર સોની(રહે.વૃંદાવન નગર, ગોધરાની જય અંબે જવેલર્સ નામની દુકાનને અજાણ્યા ચોર ઈસમોએ નિશાન બનાવી હતી. દુકાનનુ શટર તોડી દુકાનમાં પ્રવેશ કર્યો હતો. દુકાનમાંથી ચોરીના જીવનદોરી, છડાના ગુગરીવાળા નંગ-20 કિ.રૂ.75,000/-, ચાંદીના કિસ્મત છડા સાદા તથા ગુગરીવાળા કિ.રૂ.34,000/-, નાના છોકરાની હાથે પહેરવાની ચુડી 100 ગ્રામ, 200 ગ્રામ, 250 ગ્રામની કિ.રૂ.25,000/-, ચાંદીની લકડી નંગ-12 કિ.રૂ.8,000/-, ચાંદીની સાંકળી નંગ-1 કિ.રૂ.12,500/-, ચાંદીના પગમાં પહેરવાના પાટી છડા નંગ-2 કિ.રૂ.22,600/-, ચાંદીની ફેન્સી પાયલ 100 ગ્રામ નંગ-2 200 ગ્રામ નંગ-1, 250 ગ્રામ નંગ-4 કિ.રૂ.20,000/-, ચાંદીના આંકડા નંગ-10 કિ.રૂ.45,000/-, ચાંદીના સીંગલ આંકડા નંગ-4 કિ.રૂ.15,000/-, ચાંદીના ગળામાં પહેરવાની હીરા કડી નંગ-7 કિ.રૂ.20,000/-તેમજ ગ્રાહકોના ગીરવે મુકેલ ચાંદીના દાગીના દોઢ કિલો કિ.રૂ.50,000/-મળી કુલ 3,58,200/-રૂપિયાના મુદ્દામાલની ચોરી કરી ગુનો કર્યાની ફરિયાદ મોરવા(હ)પોલીસ મથકે નોંધાવવા પામી છે.