મોરવા(હ), મોરવા(હ) તાલુકાના ભંડોઈ ગામે રહેતા ફરિયાદી રોડ ઉપર મજુરીના પૈસા આપવા જતા હતા. ત્યારે આરોપીએ મારી ચાર વર્ષ પહેલા જમીન ગીરો પેટે આપેલ હતા. તેના 30 હજાર લેવાના બાકી છે. રૂપીયા આપું તેમ કહેતા આરોપીએ ઈશ્કેરાઈ ઈંંટ માથામાં મારી ઈજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતાં ફરિયાદ નોધાવા પામી છે.
પ્રાપ્ત વિગતો મુજબ મોરવા(હ) તાલુકાના ભંડોઈ ગામે રહેતા રોહિતભાઇ ખાતાભાઇ પરમાર મજુરોને પૈસા આપવા જતા હતા. ત્યારે આરોપી રોહિતભાઇ શાંતિલાલ વળવાઈએ ફરિયાદીને ઉભા રાખીને ચાર વર્ષ પહેલા જમીન ગીરો પેટે આપેલ હતી. જેના 30 હજાર રૂપીયા મારે લેવાના બાકી છે. તે મને આપી દો તેમ કહેતા રોહિતભાઇ એ આરોપીને તમોએ જમીનના ગીરો પેટેનો સ્ટેમ્પ કરેલ હતો. તે આપો તોું હું રૂપીયા આપી દવું તેમ કહેતા આરોપી રોહિતભાઇ વળવાઈ ઉશ્કેરાઈ જઈ ઈંટ માથામાં મારી હતી. તેમજ અન્ય આરોપીઓએ ગડદાપાટુનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપતાં આ બાબતે મોરવા(હ) પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.