મોરવા(હ)ના બામણા ગામે 24 વર્ષીય યુવક કુવામાં ડુબી જતાં મોત

મોરવા(હ),મોરવા(હ) તાલુકાના મોટાબામણા ગામના 24 વર્ષીય યુવાને કોઈ અગમ્યકારણોસર કુવામાં પડી જતાં ડુબી જવાથી મોત નિપજાવા પામ્યું. આ બાબતે મોરવા(હ) પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.

પ્રાપ્ત માહિતી મુજબ મોરવા(હ) તાલુકાના મોટાબામણા ગામે માલીવાડ ફળીયામાં રહેતા સુનિલભાઇ સોમાભાઇ માલીવાડ ઉ.વ.24 કોઈ અગમ્યકારણોસર કુવામાંં પડી જતાં કુવામાં પાણી પી જતાં ડુબી જતાં મોત નિપજાવા પામ્યું. આ બાબતે મોરવા(હ) પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.