મોરવા(હ)ના અગરવાડા પાસે ઈકો ગાડીના ચાલકે સ્ટેરીંગ ઉપર કાબુ ગુમાવી થાંભલા સાથે અથડાવી દેતાં મહિલાનું મોત

મોરવા(હ), મોરવા(હ) તાલુકાના અગરવાડા પાસે ઈકો ગાડીના ચાલકે સ્ટેરીંગ ઉપરના કાબુ ગુમાવતા વીજ પોલ સાથે અથડાઈને ઝાડીમાંં ધુસી ગઈ હતી. ઈકોમાં સવાર આધેડ મહિલાનું મોત નિપજાવા પામ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરવા(હ) તાલુકાના અગરડાવા ગામ પાસે રોડ ઉપરથી પસાર થતી ઈકો ગાડીના ચાલકે પોતાનુંં વાહન પુરઝડપે હંકારતા હોય અને સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવી દેતા ગાડી રોડ સાઈડમાં આવેલ વીજ પોલ સાથે અથડાયા બાદ ઈકો ગાડી ઝાડીમાંં ધુસી ગઈ હતી. જેને લઈ ગાડીમાં બેઠેલ આધેડ વગની મહિલાને ગંભીર ઇજાઓ થતાં મોત નિપજાવા પામ્યુંં. જ્યારે ચાલકને ઈજાઓ થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો.