મોરવા(હ), પંચમહાલ જીલ્લાના મોરવા હડફ તાલુકામાં અગરવાડા ગ્રામ પંચાયત દ્વારા બનાવવામાં આવેલો રૂપિયા પાંચ લાખનો ચેક ડેમ પ્રથમ વરસાદમાં ધોવાઈ ગયો. પંચમહાલ જીલ્લાના મોરવા હડફ તાલુકામાં નરેગા યોજના હેઠળ રૂપિયા પાંચ લાખ ખર્ચીને અગરવાડા ગ્રામ પંચાયત ના ઉગમડા ગામે ભરઉનાળામાં પાણીનું રોકાણ કરી શકાય અને મૂંગા પશુઓ તેનો પાણી પી શકે ગુજરાત સરકાર દ્વારા રકમ ફાળવીને માર નરેગા હેઠળ રૂપિયા પાંચ લાખ ખર્ચીને ચેકડેમ બનાવવામાં આવેલો હતો, પરંતુ પ્રથમ વરસાદમાં જ આ ચેક ધોવાઈ ગયો ગુણવત્તા વગરની કામગીરી અને હલકીકક્ષાનું ઉપયોગ કરીને ઘેરીથી બહાર આવી અને તંત્રની પણ પોલ ખોલી તલાટી સરપંચ અને મનરેગાના એપીઓના મિલીભગતના કારણે આજે અગરવાડા ગ્રામ પંચાયતમાં માગબર રૂપિયા પાંચ લાખ ખર્ચીને બનાવવાનો ચેકડેમ ધોવાઈ જતા સરકારના રૂપિયા પાંચ લાખ રૂપિયા વરસાદમાં જ ધોવાઈ ગયા. સરકારે પાંચ લાખ રૂપિયા ફાળવેલા તેની પાછળ કે જે પાણીનો રોકાણ કરી શકાય ચેકડેમમાં અને લોકો તેનો ઉપયોગ કરી શકે પરંતુ પ્રથમ વરસાદમાં જ આવી પરિસ્થિતિ બનતા હવે ખરેખર તપાસનો વિષય બન્યો છે. ગુણવત્તા અને કામગીરી અને તેઓ બહાર જોવા મળી આવી કામગીરીમાં વિજીલન્સ દ્વારા તપાસ કરવામાં આવે તો ઘણી બધી ગેરરીતિઓ બહાર આવી શકે તેમ છે ચર્ચા રહેલું છે કે તલાટીને સરપંચ અને તાલુકા પંચાયતના કેટલાક અધિકારીઓના કારણે આ રીતે કામગીરી થતી હોવાનું ચર્ચા રહેલું હતું. તાલુકા પંચાયતના મનરેગા યોજના હેઠળ ની તંત્રની પ્રથમ વરસાદમાં પોલ ખુલી ગઈ પહેલા જ વરસાદ માટી અને પથ્થર જોવા મળી આવેલા હતા. આખી ચેક ડેમની અંદર કામગીરીમાં વેઠ ઉતારી હોવાનું બહાર આવ્યું છે.