મોરવા(હ) મોજરી ગામે ખેતરમાં કામ કરતા યુવાન પર દિપડાનો જીવલેણ હુમલો

શહેરા, મોરવા(હ)તાલુકાના મોજરી ગામે ખેતરમાં ગયેલ વ્યકિત પર દિપડાએ હુમલો કરી ઈજાઓ પહોંચી હતી. જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

મોજરી ગામના નિશાળ ફળિયામાં રહેતા બળવંતભાઈ મોતીભાઈ તેમના ખેતરમાં ધાસ કાપી રહ્યો હતો તે સમયે એકાએક દિપડો આવી ચઢતા બળવંત ઉપર હુમલો કરતા તે ગભરાઈ ગયો હતો. જેણે બચાવવા માટે બુમાબુમ કરતા આસપાસના ખેતરોમાંથી કામ કરી રહેલા લોકો દોડી આવતા દિપડો જંગલ તરફ ભાગી છુટ્યો હતો. દિપડાના હુમલામાં બળવંતને ગંભીર ઈજાઓ થતાં તેને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો. દિવસે ખેતરમાં દિપડાના હુમલાના બનાવને લઈ ગ્રામજનોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. આ અંગે વનવિભાગને જાણ કરવામાં આવી હતી.