મોરવા(હ)મેજીસ્ટ્રેટના હુકમની સામે ડિસ્ટ્રિકટ સેશન્સ કોર્ટમાં અપીલમાં ગયેલ આરોપીની અરજી નામંજુર કરી 10 હજારનો દંડ ફટકાર્યો

મોરવા(હ), મોરવા(હ)તાલુકાના નાગલોદ ગામના રહિશ ગણપતભાઈ સુફરાભાઈ પટેલને મોરવા(હ)જયુડિ.મેજી.એ મારામારીના ગુનામાં તકસીરવાર ઠરાીને પ્રોબેશન ઓફ ઓફેન્ડર્મ એકટની જોગવાઈનો લાભ આપી છ મહિનાની મુદ્દત માટે સુલેહ શાંતિ જાળવવા માટેના જામીન આપવાનો આદેેશ કર્યો હતો. તેમ છતાં આ હુકમની સામે આરોપીએ પંચમહાલ જિલ્લા પ્રિન્સિપાલ ડિસ્ટ્રિકટ એન્ડ સેશન્સ જજ પી.વી.શ્રીવાસ્તવની કોર્ટમાં નામદાર નીચલી અદાલતમાં હુકમ રદ્દ કરાવવા માટે અપીલ અરજી વકીલ મારફતે દાખલ કરી હતી. આ અપીલ અરજીની સુનાવણી થતાં જિલ્લા સરકારી વકીલ રાકેશ એમ.ઠાકોરની વિગતવાર દલીલો તથા કેસના સમગ્ર રેકર્ડને ઘ્યાનમાં લઈ કોર્ટ દ્વારા અપીલ અરજી નામંજુર કરવામાં આવી અને સાથે સાથે હુકમ કરવામાં આવ્યો કે અરજદાર આરોપી દ્વારા ખોટી રીતે કોર્ટનો સમય બગડે તે રીતે કાર્યવાહી કરી છે તેથી સમાજમાં દાખલો બેસે તે માટે અરજદાર આરોપીને 10,000રૂપિયાનો દંડનો હુકમ થતાં ખોટી રીતે કોર્ટે કાર્યવાહી કરતા ઈમસોમાં ફફાડાટ વ્યાપી જવા પામ્યો છે.