
મોરવા(હ),
મોરવા હડફની સરકારી વિનિયન કોલેજને વિદ્યાર્થીઓ તાળાબંધી કરી છે. એન્યુઅલ ડે ની ઉજવણીના મુદ્દે વિદ્યાર્થીઓ કોલેજ મેનેજમેન્ટ સામે રોષે ભરાયા હતા.

વિદ્યાર્થીઓ પાસે એન્યુઅલ ડે ઉજવણી માટે દર સેમિસ્ટર માં નાણાં લેવા છતાં યોગ્ય કાર્યક્રમ નહિ થવા દેવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. કોલેજના સંચાલકોએ એન્યુઅલ ડે ની ઉજવણી કરવા માટે રોજ નવી તારીખ આપવામાં આવતા વાયદા થી વિદ્યાર્થીઓમાં આક્રોશ ભરાયા હતા. વિદ્યાર્થીઓ એ તાળાબંધી કરતાં પોલીસ આવી પરંતુ વિદ્યાર્થીઓ પોતાની જીદ ઉપર અડગ જોવાતા પોલીસ પરત થઈ હતી. વિદ્યાર્થીઓને એન્યુઅલ ડે ની ઉજવણી માટે કોલેજ સંચાલકો કોરોના ગાઈડલાઈન મુજબ સૂચના કરવા આપી રહ્યા છે. હાલ સરકારની કોઈ કોરોનાને લઈ સોશ્યલ ડિસ્ટન્સ માટે ગાઈડલાઈન બહાર પાડવામાં આવી નથી. અમને ખુલ્લામાં જ ઉજવણી કરવા દેવામાં આવે એવી વિદ્યાર્થીઓની માંગ કરવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓએ બે પ્રોફેસરને પણ અંદર પ્રવેશવા દીધા નહિ અને પ્રિન્સિપાલ વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યારે આ મામલો ક્યારે હવે સમાધાનમાં આવશે અને કોલેજ શું નિર્ણય લેશે એ જોવાનું રહ્યું.