- મોરવા(હ) બેઠક ઉપર એસ.ટી. અને ઓબીસી નિર્ણાયક રહેશે.
મોરવા(હ),
પંચમહાલ જીલ્લાની મોરવા(હ) વિધાનસભા બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ જોવા મળી રહ્યો છે. મોરવા(હ) બેઠક ઉપર કોંગ્રેસ પાર્ટી દ્વારા સ્નેહલતાબેન ગોવિંદભાઈ ખાંટને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. સ્નેહલતાબેનનો પરિવારના બે સભ્યો બે વિધાનસભાની ચુંટણી વિજેતા બની ચુકયા છે અને મોરવા(હ) વિસ્તારના મતદારો સાથે નિકટતા ધરાવે છે. ભાજપ પાર્ટી દ્વારા નિમિષાબેન મનહરભાઈ સુથારને રીપીટ કરવામાં આવ્યા છે. મોરવા(હ) બેઠક ઉપર થી બે પેટા ચુંટણીમાં વિજેતા બન્યા છે. ભાજપની સરકારમાં મંત્રી પદે રહી ચુકયા છે. હાલ મતદારો સમક્ષ શિક્ષણ જેવા ક્ષેત્રમાં સારી એવી કામગીરી સાથે અને વિકાસના કામો કર્યા હોવાનો મતદારો સમક્ષ પ્રચારમાં કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ભાણાભાઈ મનસુખભાઈ ડામોર મેદાનમાં ઉતર્યા છે. તે સમાજ સેવક તરીકેની સારી કામગીરી કરી રહ્યા છે. પ્રજા વિજય પક્ષના ઉમેદવાર મછાર ચંદ્રકાન્તભાઈ હિરાભાઈ મેદાનમાં છે. મોરવા(હ) બેઠક ઉપર હાલ ત્રિપાંખીયો જંગ જામ્યો છે.
મોરવા(હ) વિધાનસભા વિસ્તારની સમસ્યાની વાતો કરીએ તો આ વિસ્તારમાં રોડ રસ્તાનો અભાવ આરોગ્યલક્ષી પુરતી સુવિધાનો અભાવ, ડુંગરાળ વિસ્તારમાં પીવાના પાણી અને સિંચાઈના પાણીની ભારે સમસ્યા છે. મોરવા(હ) વિસ્તારમાં રોજગારીના અભાવે રોજી રોટી માટે લોકોને બીજા શહેરોમાં સ્થળાંતરીત અને હિજરત કરવી પડે છે. ખેતી માટે ચોવીસ કલાક વિજળી જરૂરીયાત પુરી કરવા માટે મુખ્ય માંગ છે.
મોરવા(હ) વિધાનસભા બેઠક ઉપર 1,14,597 પુરૂષ મતદારો, 1,11,551 સ્ત્રી મતદારો મળી કુલ 2,26,149 મતદારોના હાથમાં મતદારોનું ભાવિ છે. હાલ મોરવા(હ) બેઠક ઉપર ભાજપ, કોંગ્રેસ અને આપ પાર્ટી પોતાની જીતના દાવાઓ કરી રહ્યા છે. મોરવા(હ) બેઠક ઉ5ર આદિવાસીનો મુદ્દા ઉપર મતદારોની અસર શું રહેશે તે જોવાનું રહેશે. આ બેઠક ઉપર એસ.ટી. મતદારો 1,13,399, ઓ.બી.સી. 90,649 મતદારો નિર્ણાયક ભૂમિકા ભજવશે.
બોકસ: મોરવા(હ) વિધાનસભાના મતદારો….
પુરૂષ મતદારો : 1,14,5978
સ્ત્રી મતદારો : 1,11,551
…………………………..
કુલ મતદારો : 2,26,149
બોકસ: જાતિય આધારીત સમીકરણ…..
ઓબીસી : 90,649
એસ.ટી. : 1,13,399
પટેલ : 4,275
લધુમતી : 1,387
એસ.સી. : 5,920
બ્રાહ્મણ : 335
રાજપૂત ક્ષત્રિય : 1,229
અન્ય : 8,931