
ગોધરા,
મોરવા હડફ ખાતે વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપના ઉમેદવાર નિમિષાબેન સુથારના પ્રચાર અર્થે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આવ્યા હતા. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ભાજપના વર્તમાન ધારાસભ્ય નિમિષાબેન સુથાર એ બુકે અને ગણપતિજીની મૂર્તિ આપીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યારે ભાજપના અગ્રણીઓ દ્વારા પણ ભુપેન્દ્રભાઈ પટેલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જન સભાને સંબોધતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે વિકાસના કામો તેમજ રાજ્ય સરકાર યોજનાઓ ની માહિતી આપવા સાથે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર પ્રહારો કર્યા હતા. આ જાહેર સભામાં આ વિધાનસભામાં વિસ્તાર માંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી આવવા સાથે ભાજપ અગ્રણીઓ અને કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા.