મોરવા(હ) વિધાનસભા બેઠક કોંગ્રેસના ઉમેદવારને મતદારોમાં જન સર્મથન મળી રહ્યું છે

  • શિક્ષિત યુવાનોને સરકારી નોકરી અને સરકારી નોકરીઓમાં કોન્ટ્રાકટ પદ્ધતિ નાબુદ કરાશે તેવા વચનો.

ગોધરા,

પંચમહાલ જીલ્લાની મોરવા(હ) વિધાનસભા બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ જામશે. કોંંગ્રેસ અને આપ પાર્ટી વચ્ચે સીધો જંગ ખેલાશે. મોરવા(હ) બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર સ્નેહલતાબેન ગોવિંદભાઈ ખાંટને મળતા જન સર્મથનને જોતાં લાગી રહ્યું છે.

મોરવા(હ) બેઠકના કોંગ્રેસના ઉમેદવારની ચુંટણી સભામાં સ્નેહલતાબેન ખાંટ દ્વારા કોંગ્રેસ પાર્ટી દ્વારા જાહેર કરવામં આવેલ 8 વચનો પુરા કરવાની ખાતરી આપવામાં આવી રહી છે. કોંંગ્રેસ પાર્ટી સત્તામાં આવતાં ગુજરાત રાજ્યના 10 લાખ યુવાનોની સરકારી નોકરીઓમાં ભરતી કરવામાંં આવશે. તેમાંં 50 % નોકરીઓ ઉપર મહિલાઓનો અધિકાર રહેશે, સરકારી નોકરીઓમાંથી કોન્ટ્રાકટ પદ્ધતિ સંપૂર્ણ નાબૂદ કરવામાં આવશે સાથે બેરોજગાર યુવાનોને પ્રતિમાસ 3,000 રૂપીયાનુંં બેરોજગારી ભથ્થું આપવામાં આવશે. શિક્ષિત બેરોજગાર યુવાનો પોતાના ઉજજવળ ભવિષ્ય માટે કોેંગ્રેસને મત આપી વિજેતા બનાવે. મોરવા(હ) બેઠક ઉપર ઉમેદવારોને અદ્દભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે.