મોરવા(હ) તાલુકાના વનેડા ગામે થાણા ફળીયામાં રહેતા સવિતાબેન ભગાભાઇ બારીયા ઉ.વ.34 પોતાના ધરેથી થોડો દુર આવેલ કુવામાં કોઇ કારણોસર પડી મૃત હાલતમાં મળી આવતાં આ બાબતે મૃતકના પિતાએ મોરવા(હ) પોલીસ મથકે ફરિયાદ નોંધાવી.
પ્રાપ્ત વિગતો મુજબ મોરવા(હ) તાલુકાના વનેડા ગામે થાણા ફળીયામાં રહેતા સવિતાબેન ભગાભાઇ બારીયા ઉ.વ.34 13 જુલાઈ થી 14 ઓગસ્ટ સુધીના કોઈપણ વખતે પોતાના ધરેથી થોડે દુર આવેલ કુવામાં કારણોસર પડીને મરણ ગયેલ હાલતમાં મૃતદે મળી આવેલ હોય આ બાબતે મૃતકના પિતા પ્રતાપભાઈ ખાંડ (રહે. ઉંબેર, તા.સંતરામપુર) દ્વારા મોરવા(હ) પોલીસ મથકે ફરિયાદ નેાંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.