શહેરા,મોરવા હડફ થી સંતરોડ ગામ તરફ જતો ડામર રસ્તો એક વર્ષ ઉપરાંતથી અનેક જગ્યાએ તૂટી ગયો હોવા છતાં તંત્ર દ્વારા મરામત કરવામાં આવી રહી નથી. અમુક જગ્યાએ રસ્તો લીસો બની જવા સાથે તૂટી ગયો હોવાથી વાહન ચાલકો હેરાન પરેશાન થતા હોય છે.
મોરવા હડફ થી સંતરોડ ગામ તરફ જતો ડામર રસ્તો પાછલા કેટલાક મહિનાઓ થી બિસ્માર હાલતમાં હોવાથી અહીથી પસાર થતા વાહન ચાલકોને અકસ્માત નો ભય સતાવી રહયો છે.આ ડામર રસ્તા ઉપર વાહનચાલકોની અવર જવર સતત રહેતી હોવા છતા જવાબદારતંત્ર દ્વારા ઉબડખાબડ રસ્તાની મરામત પણ કરવામાં આવી ના હતી. કેટલીક જગ્યાએ રસ્તો લીસો બની જવા સાથે તુટેલો હોવાથી નાના વાહન ચાલકોને ભારે મુશ્કેલી અહીથી પસાર થતી વેળા થતી હોવાથી તંત્ર સામે આક્રોશ પણ જોવા મળતો હોય છે. આ તૂટી ગયેલ રસ્તો મોરવા હડફ થી સંતરોડનો 40 ઉપરાંત ગામોને જોડતો હોવા છતાં જવાબદાર તંત્ર દ્વારા આ રસ્તાની મરામત પણ કરવામાં આવી રહી નથી. મહીસાગર તેમજ દાહોદ તરફ ગામોને જોડતો આ રસ્તો હોવાથી સતત નાના મોટા વાહનોની અવર-જવર દીવસ અને રાત્રી દરમિયાન રહેતી હોય ત્યારે સંબંધિત તંત્ર દ્વારા વહેલી તકે આ રસ્તો નવીન બનાવવામાં આવે તેવી આશા વાહન ચાલકો રાખી રહ્યા છે. તંત્ર દ્વારા કયા કારણોસર એક વર્ષ ઉપરાંત થી આ માર્ગ નવો બનાવવામાં નથી આવ્યો પણ તેની મરામત પણ નહિ કરવામાં આવતા અહીંથી પસાર થતા વાહન ચાલકોનો આક્રોશ સંબંધિત તંત્ર સામે આ બાબતે જોવા મળતો હોય છે.