મોરવા હડફ તાલુકાના સંતરોડ ગામે ઘરઆંગણે પાર્ક કરેલી બાઈકની અજાણ્યા વાહનચોર ઈસમે ઉઠાંતરી કરી હતી

પ્રાપ્ત માહિતી અનુસાર મોરવા હડફ તાલુકાના સંતરોડ ગામે આવેલા ગણેશનગર સોસાયટીમાં રહેતા સુરેશચંદ્ર વીરસિંગ પટેલે મોરવા હડફ પોલીસમથકે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે ગત 9 તારીખે રાતના સમયે પોતાની બાઈક સ્ટેરીંગ લોક મારીને ઘરઆંગણે પાર્ક કરી હતી, ત્યારે અજાણ્યા વાહનચોર ઈસમે બાઈકનું સ્ટેરીંગ લોક તોડીને બાઈકની ઉઠાંતરી કરી હતી, ત્યારે સમગ્ર મામલે પોલીસે ચોરીની ફરિયાદ નોંધીને અજાણ્યા વાહનચોર ઇસમની શોધખોળ હાથ ધરી છે.