મોરવા હડફ તાલુકાના ચોપડા ખુર્દ ગામે બહારના જિલ્લાના બે ભેજાબાજોએ સ્થાનિકોને છેતર્યા

  • 5 ટ્રેકટર લઈ લીધા,ટ્રેકટર નું પાસિંગ પણ નહિ કરાવ્યું અને લોન નાં હપ્તા પણ નહિ ભર્યા,અને પાંચે પાંચ ટ્રેકટર ક્યાંક સગે વગે પણ કરી દીધા.
  • બે ભેજાબાજોએ સ્થાનિકો સાથે છેતરપીંડી, વિશ્ર્વાસઘાત અને ઠગાઈ કરી રૂ.25,56,000 ની એચ.પી. કરાવી પણ લીધી.

મોરવા(હ), મોરવા હડફ તાલુકાના ચોપડા ખુર્દ ગામના દિનેશભાઈ રાયસિંગભાઈ મહીડા એ મોરવા હડફ પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તેઓના તેમજ અન્ય સાહેદો નાં અલગ અલગ સમયે ખરીદેલા નવા સોનાલિકા ટ્રેકટરો કુલ-5 જેની એ.યુ.સ્મોલ ફાઇનાન્સ બેંક, ગોધરાનાં લોન રૂ.25,56,000 નાં બેંક એચ.પી.અલગ અલગ તારીખે કરાવ્યા હતા.જે ટ્રેકટરો આર.ટી. ઓ.રજીસ્ટ્રેશન વગરના એ.યુ.સ્મોલ ફાઇનાન્સ બેંક ગોધરાના બેંકના એચ.પી.હોવાનું જાણતા હોવા છતાં જે સોનાલીકા કંપનીના ટ્રેકટરો આરોપીઓ આશિષકુમાર કાળુભાઇ દેસાઈ (રહે.મોટી માસંગ, તા.દહેગામ, જી.ગાંધીનગર) તેમજ ગોવિંદભાઈ અરજણભાઇ બેડીયાવદરા (રહે.મોટા કાલાવડ,તા.ભાણવડ, જી.દેવભૂમિ દ્વારકા)એ ફરિયાદી તેમજ સાહેદોને વિશ્ર્વાસમાં લઈ અને લોનનાં હપતા તેમજ બેંકના વ્યાજ સહિતનાં નાણાં ભરપાઈ કરવાનો વિશ્ર્વાસ આપી ફરિયાદી તેમજ સાહેદો પાસેથી ટ્રેકટરો લઈ જઈ અને તે ટ્રેકટરો ફરિયાદી તેમજ સાહેદોએ પરત માંગતા જે પરત નહિ આપી તે ટ્રેક્ટરોને આજ દિન સુધી પાસિંગ પણ નહિ કરાવી વીમો પણ નહિ ઉતરાવી અને ક્યાંક સગે વગે કરી દઈ ફરિયાદી તેમજ સાહેદો સાથે છેતરપીંડી, વિશ્ર્વાસઘાત અને ઠગાઈ કરી ગુન્હો કરતા પોલીસે આ મામલે બને આરોપીઓ સામે ગુન્હો નોધી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.