ગોધરા,
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પ 2025 માં ટીબી મુક્ત ભારતની ઝુંબેશમાં સાંઈબાબા આરોગ્ય સેવા ટ્રસ્ટ ગોધરા, લાયન્સ ક્લબ ગોધરા તથા સાંઈ ઓર્ગેનાઇઝેશન યુએસએ ના ડોક્ટર યોગેશ જોશીના સંયુક્ત ઉપક્રમે ટીબી નાબૂદી અભિયાનમાં ટીબીના દર્દીઓને પોષણયુક્ત આહાર દવા મળી રહે તેવા શુભ આશયથી મોરવા હડફ તાલુકાના અંદાજે 100 જેટલા દર્દીઓને બે માસ ચાલે તેટલી દવા પ્રોટીન્સનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. ડોક્ટર યોગેશ જોશી, પ્રીતિબેન જોશી ડોક્ટર રિતેશ પટેલ તથા મોરવા હડફ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સંદિપ પટેલ આ સેવાયજ્ઞમાં જોડાયા હતા. લાયન્સ ક્લબ ગોધરાના સેક્રેટરી પ્રદિપ સોનીના જણાવ્યા મુજબ પંચમહાલ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં પણ ટીબીના દર્દીઓને સમયાંતરે પણ પોષણયુક્ત આહાર તથા દવાઓનું વિતરણ કરવામાં આવશે.