શહેરા, મોરવા હડફ તાલુકામા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઇ હતી. જ્યારે સરકારી વિનયન કોલેજ સહિત શાળા – કોલેજો સહિત 50થી વધુ સ્થળ પર યોગ કાર્યકમમા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.
મોરવા હડફ તાલુકામાં 50 કરતા વધુ સ્થળ પર યોગ દિવસની ઉજવણી કરાઇ હતી. જ્યારે સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય તથા વહીવટીતંત્ર પંચમહાલ જીલ્લા તરફથી મળેલ સૂચના અનુસાર તાલુકા કક્ષાનો યોગ દિવસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમની સફળતા માટે શ્રેણીબદ્ધ મીટીંગો યોજીને આયોજન માટે અધ્યાપકઓ અને તમામ મોરવા હડફ તાલુકાની તમામ કચેરીઓને જોડી અને એક યોગ દિવસની ઉજવણીનું ઉત્તમ ઉદાહરણ સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજે અને પુરૂ પાડ્યું છે. આ વખતે આ યોગ એટલે ભારતીય પરંપરાની વિશ્ર્વ દ્વારા મળેલ સ્વીકૃતિ અને એ માટે આપણે સૌ ભારતીય તરીકે એનું ગૌરવ હોવું જરૂરી છે એમ જણાવી આ યોગ દિવસનો મૂળ ઉદ્દેશ્ય વસુધૈવ કુટુંબકમની ભાવનાથી શરૂ કરી અને “એક પૃથ્વી એક સ્વાસ્થ્ય” એ મુખ્ય સૂત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવ્યું હતું. તેના પ્રચાર અને પ્રસાર માટે ભારતભરમાં સૌ કોઈએ સહયોગ પૂરો પાડ્યો હતો. મોરવા હડફ તાલુકાના આ કાર્યક્રમમાં મામલતદાર કચેરી, તાલુકા પંચાયતની કચેરી, પોલીસ વિભાગ, આઈટીઆઈ, મોડેલ શાળા વગેરેએ સક્રિય સહકાર આપી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સુરત ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ વિશેનું તેમનું વક્તવ્ય લાઈવ સંભળાવવામાં આવ્યું હતું. ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વક્તવ્ય પણ લાઈવ તમામ વિદ્યાર્થીઓને બતાવવામાં આવ્યું હતું અને સરકાર દ્વારા નક્કી કરાયેલ યોગા માટે યોગાચાર્યોના તાલીમ અને માર્ગદર્શન હેઠળ આ યોગનો કાર્યક્રમ સંપૂર્ણ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમને અંતે રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોરવા હડફ તાલુકાના ધારાસભ્ય નિમિષાબેન સુથાર દ્વારા આ ભારતીય પરંપરામાં યોગનું મહત્વ અને આપણે રોજિંદા જીવનમાં યોગને શા માટે ઉતારવો જોઈએ તે વિશે વિદ્યાર્થીઓને સૂચન કર્યું હતું તેમજ આ પરંપરા જાળવી રાખવા માટે આહવાન આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં કોલેજના આચાર્ય ડો. કમલ છાયા મામલતદાર, ગોપાલભાઈ હરદાસાણી તથા વહીવટી ઓફિસોના તમામ વડાઓએ ઉપસ્થિત રહી અને કાર્યક્રમને સફળ બનાવવામાં જહેમત કરેલ હતી. સમગ્ર અધ્યાપકગણ અને એનએસએસ યુનિટએ મહેનત કરીને યોગ આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.