મોરવા(હ)ના સંતરોડ ગામેથી ગૌવંશની ચોરીમાં વપરાયેલ ફોરવ્હીલ સાથે એક ઈસમને બી ડીવીઝન પોલીસે ઝડપ્યો

મોરવા(હ),

મોરવા(હ) તાલુકાના સંતરોડ વિસ્તારમાં ગૌવંંશની ચોરીમાં વપરાયેલ ફોર વ્હીલ સી.સી.ટીવી ફુટેજના આધારે ઓળખ થયેલ હતી અને ફોર વ્હીલ અંગે બી ડીવીઝન પોલીસને બાતમી મળી હતી કે, સલામત સોસાયટી બે ઈસમો ગાડી સાથે ઉભા છે. જેના આધારે પોલીસે રેઈડ કરી ઈસમોને ફોર વ્હીલ ગાડી સાથે ઝડપી પાડવામાં આવ્યા.

પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા બી ડીવીઝન પોલીસને બાતમીદાર દ્વારા બાતમી મળી હતી કે, મોરવા(હ) પોલીસ મથકે સંતરોડ ગામથી ગૌવંશની ચોરીની ફરીયાદ થયેલ અને સીસી ટીવી ફુટેજમાં ચોરીમાં ફોર વ્હીલને એમ.એચ.01.એઈ.7532 વાળી ગાડી ગોધરા-વડોદરા હાઈવે સલામત સોસાયટી પાસે ઈસમ ઉભા છે તેવી બાતમીના આધારે પોલીસે રેઈડ કરી હતી અને ગૌવંશની ચોરીમાં વપરાયેલ ફોર વ્હીલ સાથે ફિરદોસખાન અઝીજખાન પઠાણ (હયાતવાડી)ને ઝડપી પાડવામાં આવ્યો હતો. પુછપરછ દરમિયાન 1 જાન્યુઆરીના રોજ સંતરોડ ગામે ગયા હતા અને બે ગાયો ચોરીને હયાતની વાડી પાસે ઉતારી હતી અને સાથે વાહીદ યુસુફ મીઠા તથા બીજા બે ઈસમો હોવાની કબુલાત કરી હતી. આમ, મોરવા(હ) પોલીસ મથકે ગૌવંશની ચોરીમાં વપરાયેલ ફોર વ્હીલ સાથે એક ઈસમને ઝડપીને ગુનાને બી ડીવીઝન પોલીસે ડિટેકટ કર્યો.