મોરવા(હ)ના સંતરોડ ગામ નવી હોટલમાં પથ્થર ધસવાની કામગીરી કરતાં 35 વર્ષીય યુવાનનું મોત

મોરવા(હ), મોરવા(હ) તાલુકાના સાલીયા (સંતરોડ) ગામ નવી બનતી હોટલમાં ધસવાર ઈલેકટ્રીક મશીનથી પથ્થર ધસવાનું કામ કરતાં હોય દરમિયાન શ્રમજીવીને કરંટ લાગતા મોત નિપજાવા પામ્યું.

પ્રાપ્ત વિગતો મુજબ મોરવા(હ) તાલુકાના સાલીયા (સંતરોડ) ગામ નવીન બનતી હોટલમાં પથ્થર ધસવાની કામગીરી ચાલતી હોય દિલીપભાઈ પારસીંગભાઈ પસાયા ઉ.વ.35 (રહેે. આંગળીયા, તા.ગોધરા) પથ્થર ધસવારના ઈલેકટ્રીક મશીનથી પથ્થબર ધસવાનું કામ કરતાં હતા. દરમિયાન જમણા પગે વીજળીનો કરંટ લાગતા આકસ્મીક રીતે પડી જતાં નાકના ભાગે ગંભીર ઈજાઓ થતા મોત નિપજાવા પામ્યું. આ બાબતે મોરવા(હ) પોલીસ મથકે અ.મોતનો ગુન્હો નોધાવા પામ્યો.