મોરવા(હ),
મોરવા(હ) તાલુકાના રસુલપુર ગામના અપહરણ કરાયેલ યુવતિના અપહરણ કરતાને શોધી કાઢવા મોરવા(હ) પોલીસે ટેકનીકલ સર્વેલન્સની મદદ થી મધ્યપ્રદેશના બાડી ગામેથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો.
પ્રાપ્ત વિગતો મુજબ મોરવા(હ) તાલુકાના રસુલપુર ગામની અપહરણ અંગે મોરવા(હ) પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદના આધારે પોલીસે અપહરણકર્તાને શોધી કાઢવા ટેકનીકલ સર્વેલન્સની મદદ લીધી હતી. જેના આધારે મધ્યપ્રદેશના બાડીપાલ મહોલ્લા રાયસણને મોરવા(હ) પોલીસની રીતે ઝડપી પાડી મોરવા(હ) પોલીસ મથકે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.