મોરવા(હ)ના રજાયતા ગામે લગ્નપ્રસંગમાં નાચતા યુવાનનુ હાર્ટએટેકથી મોત

ગોધરા,

મોરવા(હ)ના રજાયતા ગામે તા.16ના રોજ લગ્ન પ્રસંગે વરરાજાને ખભે લઈને ડી.જે.ના તાલે નાચી રહેલ યુવકને ચકકર આવતા તેને સારવાર માટે લઈ જી વેળાએ રસ્તામાં મોત નીપજતા પારધી પરિવારમાં શોકની લાગણી છવાઈ છે.

મોરવા(હ)તાલુકાના રજાયતા ગામે પારગી પરિવારમાં તા.16ના રોજ લગ્ન પ્રસંગ હતો. દરમિયાન ડી.જે.ના તાલે સોૈ ઝુમી રહ્યા હતા એ વરરાજાનો મિત્ર વિનોદ (ઉ.વ.26)વરરાજાને પોતાના ખભા ઉપર બેસાડી ડી.જે.ના તાલે નાચી રહ્યો હતો. દરમિયાન વિનોદને ચકકર આવતા તે વરરાજાને ખભા ઉપર બેસાડેલી હાલતમાં જ નીચે બેસી જઈ બેભાન થઈ ગયો હતો જેથી તાત્કાલિક સારવાર માટે સંતરામપુર લઈ જવાતા રસ્તામાં તેનુ મોત નીપજયું હતુ. વિનોદના આકસ્મિક અવસાનથી તેના પરિવારમાં તેમજ તેના મિત્ર મંડળમાં શોક છવાઈ ગયો હતો.