મોરવા(હ)ના નાટાપુર ગામે મોટર રીવાઈન્ડીંગ દુકાન માંથી 1.17 લાખનો મુદ્દામાલની ચોરી

મોરવા(હ),
મોરવા(હ) તાલુકાના નાટાપુર ગામે મોટર રીવાઈન્ડીંગની દુકાનનું તાળું તોડી દુકાન માંથી રીપેરીંગમાં આવેલ જુની મોટર નંગ-25 કિંમત 20,000/-રૂપીયા, તાંબના વાયર નવા, જુના વાયરો, એ.ટી.એમ.કાર્ડ મળી 1,17,000/-રૂપીયાની મત્તાની ચોરી કરી જતાં આ બાબતે મોરવા(હ) પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ.

પ્રાપ્ત વિગતો મુજબ મોરવા(હ) તાલુકાના નાટાપુર ગામે દિલીપભાઈ ગોપાલભાઈ પટેલની મોટર રીવાઈન્ડીંગની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી હતી અને દુકાન માંથી રીપેરીંગમાં આવેલ જુની મોટર નંગ-25 કિંમત 20,000/-રૂપીયા, તાંબાના નવા વાયરો-12 બંડલ કિંમત 60,000/-રૂપીયા, તાંબના જુના વાયરો 20,000/-રૂપીયા, રોકડા 10 હજાર, એ.ટી.એમ.કાર્ડ, વજન કાંટો, ડી.વી.આર. મળી કુલ 1,17,000/-રૂપીયાની ચોર ઈસમો ચોરી કરી નાશી જઈ ગુન્હો કર્યાની ફરિયાદ મોરવા(હ) પોલીસ મથકે નોંધાવા પામી છે.