મોરવા(હ), મોરવા(હ)તાલુકાના મોરા પેટે મોરી ડેરીની સામે રોડ ઉપર બે બાઈકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં 3 વ્યકિતઓના મોત નીપજયા હતા જયારે 3 વ્યકિતઓને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડાયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર મોરવા(હ)તાલુકાના મોરા પેટેના મોરી ડેરી સામેથી બાઈક નં.જીજે-17-સીજી-9110 ઉપર દિનેશભાઈ છત્રાભાઈ ડામોર તેમજ દશરથભાઈ ધેમાભાઈ ધોડ, મીનાબેન ગણપતભાઈ ધોડ સરસવાથી મોરા તરફ આવી રહ્યા હતા તે વખતે મોટરસાયકલ નં.જીજે-35-કે-9570ના ચાલકે મુકેશભાઈ કેશરાભાઈ નાયક તેની બાઈક પાછળ અજયભાઈ નરવતભાઈ નાયક, મહેશભાઈ બુધાભાઈ નાયક સાથે બાઈક ઉપર મોટરાથી સરસવા રોડ ઉપર પોતાનુ બાઈક પુરઝડપે રોંગ સાઈડે હંકારી લાવી હોન્ડા શાઈન બાઈક સાથે ધડાકાભેર અથડાવી દેતા બાઈક નં.-જીજે-17-સીજી-9110ના ચાલક સહિતના લોકો રોડ ઉપર પડી જતાં દિનેશભાઈ છત્રાભાઈ ભાભોરને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ધટના સ્થળે મોત નીપજયું હતુ. જયારે દશરથભાઈ ધોડને મોઢાના ભાગે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જયારે બાઈક નં.જીજે-35-કે-9570ના પાછળ બેઠેલ અજયભાઈ નરવતભાઈ નાયકને ગંભીર ઈજાઓ પહોંચતા મોત નીપજયું હતુ. મહેશ બુધાભાઈ નાયકને મોઢાના ભાગે શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી ધટના સ્થળે મોત નીપજયું હતુ. આ બાબતે મોરવા(હ)પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.
મરણ જનાર : દિનેશભાઈ છત્રાભાઈ નાયક (ઉ.વ.19), અજયભાઈ નરવતભાઈ નાયક(ઉ.વ.16), મુકેશભાઈ કેશવભાઈ નાયક(ઉ.વ.13)
ઈજાગ્રસ્તો : દશરથભાઈ ધેમાભાઈ ધોડ (ઉ.વ.35), મીનાબેન ગણપતભાઈ ધોડ(ઉ.વ.18), મહેશભાઈ બુધાભાઈ નાયક(ઉ.વ.30)