ગોધરા, મોરવા(હ)તાલુકાના મોરા ગામમાં રોડથી 30 મીટરના અંતરે થયેલા બાંધકામ અંગે રેખા નિયંત્રણનુ માર્કિંગ કરવામાં આવતા જ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. ઉલ્લેખનિય છે કે, અગાઉ પણ મોરા ગામના દબાણો માટે વારંવાર ઉચ્ચકક્ષાએ રજુઆતો પણ કરવામાં આવી હતી. જેના બાદ અરજદારે તાજેતરમાં કરેલી અરજીને અનુલક્ષી જિલ્લા પંચાયત દબાણ શાખાના હુકમ અન્વયે વહીવટી તંત્રના અધિકારીઓની ટીમ દ્વારા સુચિત માર્કિંગ કરવામાં આવ્યુ છે.
મોરવા(હ)તાલુકાના મોરા ગામમાંથી પસાર થતાં માર્ગને અડીને ધારા ધોરણ મુજબ બાંધકામ કરવામાં આવ્યુ છે કે,કેમ કે જે અંગે એક અરજદારે રજુઆત કરી હતી. આ બાબતને ઘ્યાનમાં લઈ જિલ્લા પંચાયત દબાણ શાખા દ્વારા માર્ગ મકાન વિભાગ, મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને સાથે રાખી જરૂરી કામગીરી અંગેનો અહેવાલ રજુ કરવા માટે હુકમ કરાયો હતો. આ હુકમને અનુલક્ષી માર્ગ મકાન વિભાગ, મામલતદાર અને ટીડીઓની ઉપસ્થિતિમાં માર્ગને અડીને આવેલા બાંધકામ ઉપર હદ નિશાન માપણી કર્યા બાદ સુચિત માર્કિંગ કરવામાં આવ્યુ હતુ. જેમાં મોરા ગામના બે વિસ્તારનો સમાવેશ થાય છે.