મોરવા(હ)ના સંતરોડ મેનબજારમાંં કરીયાણાની દુકાન માંથી 1.42 લાખના મુદ્દામાલની ચોરી

મોરવા(હ) તાલુકાના સંંતરોડ ગામે બજારમાં આવેલ કરીયાણાની દુકાનને ચોર ઈસમોએ નિશાન બનાવી હતી. દુકાનની પાછળ લોખંડની જાળી કાપી દુકાનમાંં પ્રવેશ કરી સરસામાન અને રોકડા મળી 1,42,995/-રૂપીયાના મુદ્દામાલની ચોરી કરી જતાંં મોરવા(હ) પોલીસ મથકે ફરિયાદ નોંંધાવા પામી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરવા(હ) તાલુકાના સંંતરોડ ગામે રહેતા અજીર બાબુરામ ઠાકોરની મુખ્ય બજારમાંં આવેલ કરીયાણાની દુકાન બંધ કરીને પોતાના ધરે ગયા હતા. બીજા દિવસે ગામમાં રહેતા તેમના મિત્રએ ફોન કરીને તમારી દુકાનની પાછળની બારી ખુલ્લી છે. તેમ કહેતા દુકાન ઉપર વેપારી પહોંચ્યા હતા અને દુકાન ખોલીને તપાસ કરતાં દુકાન માંથી સરસામાન વિખરેલ પડયો હતો અને ચોરી થયેલ હતી.

દુકાન માંથી રાણી કપાસીયા તેલના ડબ્બા નંગ-30, વાધબકરી ચ્હા ના નાના-મોટા પેકેટ-68 કિલો, 200 ગ્રામ હળદરની બોરી, દળેલા મરચાની બોરી, તેમજ કાઉન્ટરના ડ્રોવરમાં રાખેલ 33,000/-રૂપીયા પાંંચના દરની ચલણી નોટો 20,000/-રૂપીયા મળી કુલ 1,42,955/-રૂપીયાના મુદ્દામાલની અજાણ્યા ચોર ઈસમો ચોરી કરી જતાંં આ બાબતે મોરવા(હ) પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.