
પંચમહાલ જિલ્લા ના મોરવા હડફ તાલુકાના ખાબડા ગામે હૃદય કંપાવે તેવી ઘટના સામે આવે છે મોરવા હડફ તાલુકાના ખાબડા ગામે પિતા એ બે પુત્રો સાથે કૂવામાં ઝંપલાવ્યું છે હાલ પિતાએ બે પુત્રો સાથે કેમ કૂવામાં ઝંપલાવ્યું તે કારણ અજી સુધી અકબંધ છે હાલ મોરવા હડફ પોલીસ ઘટના સ્થળે પહોંચી પિતા સહિત બે પુત્રોના મૃતદેહો ને બહાર કાઢી પી.એમ.અર્થે ખસેડવામાં આવ્યા અને પિતા અને બે પુત્રો એ કયા કારણોસર આપઘાત કરી મોત ને વ્હાલું કર્યું તે દિશામાં પોલીસે તપાસ હાથધરી આ ઘટના બનતા ખાબડ ગામ માં માતમ છવાઈ ગયું છે.

- મોરવા હડફ તાલુકાના ખાબડા ગામે પિતા એ બે પુત્રો સાથે અગમ્ય કારણોસર કૂવામાં ઝંપલાવ્યું
- મોરવા હડફ પોલીસ ઘટના સ્થળે પહોંચી પિતા સહિત બે પુત્રોના મૃતદેહો ને બહાર કાઢી પી.એમ.અર્થે ખસેડવામાં આવ્યા
- પિતા અને બે પુત્રો એ કયા કારણોસર આપઘાત કરી મોત ને વ્હાલું કર્યું તે દિશામાં પોલીસે તપાસ હાથધરી
મૃતકો ની યાદી
- જગદીશભાઈ અશિકભાઈ પટેલ (ઉમર. વર્ષ 32)
- પ્રદીપ જગદીશ પટેલ (ઉમર. વર્ષ 12)
- જયેશભાઇ જગદીશ પટેલ (ઉમર. વર્ષ 04)