મોરવા(હ)ના દેલોચ ગામે 24 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ આપધાત કર્યો

મોરવા(હ),
મોરવા(હ) તાલુકાના દેલોચ ગામે રહેતા 24 વર્ષીય યુવાને કોઇ અગમ્યકારણોસર ધર નજીક ઝાડ સાથે ગળે ફાંસો ખાઇ આપધાત કર્યાની ફરિયાદ નોંધાવા પામી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરવા(હ) તાલુકાના દેલોચ ગામે રહેતા હર્ષદભાઈ નરવતભાઈ રાઠોડ ઉ.વ.24 એ કોઈ અગમ્યકારણોસર પોતાના ધરની બાજુમાં લીમડાના ઝાડ ઉ5ર દોરડું બાંધી ગળે ફાંસો ખાઈ આપધાત કરી જીવન ટુંકાવી નાખતાં આ બાબતે મોરવા(હ) પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.