મોરવા(હ), મોરવા(હ) તાલુકાના માતરીયા ગામે રહેતી પરણિતાને ચરિત્ર ઉપર શકવ્હેમ રાખી ઝગડો તકરાર કરી પિતાના ધરેથી પૈસા લાવવા જણાવી પરણિતાને મારી નાખવાથી આવી પરેશાન કરતાં આ બાબતે મોરવા(હ) પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.
પ્રાપ્ત વિગતો મુજબ મોરવા(હ) તાલુકાના માતરીયા ગામે રહેતી પતિના બેન બારીયાને 2015 થી આજદિન સુધી તેના પતિ નરેન્દ્રભાઈ રૂપસિંહ બારીયાએ ચરિત્ર ઉપર શક વ્હેમ રાખી હેરાન પરેશાનથી ઝગડો તકરાર કરતા હોય અને પિતાના ધરેથી પૈસા લઈ આવ જરૂર છે. તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપતા હોય અને સાસુ-સસરા મેણાટોણા મારી જમવા બનાવતા આવડતું નથી. મારે છોકરા માટે બીજી પત્ની લાવવાની છે. તુંં પિતાના ધરે જતી રહે તેમ કહી મારઝુડ કરી શારીરિક માનસીક ત્રાસ આપતો આ બાબતે મોરવા(હ) પોલીસ મથકે પતિ અને સાસરીયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવા પામી છે.