
શહેરા,મોરવા હડફ ખાતે અમુક કરીયાણાની દુકાનમાં જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ એ તપાસ હાથધરીને સેમ્પલ લીધા હતા. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા અહી અસરકારક કાર્યવાહી કરવામાં નહીં આવી રહી હોવાની લોક ચર્ચા થઈ રહી છે.
મોરવા હડફ તાલુકામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા અસરકારક કાર્યવાહી કરવામાં આવી રહી નથી જ્યારે જિલ્લાની ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ કચેરી ના ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા તાલુકા પંચાયત કચેરી તરફ જતા માર્ગ ઉપર આવેલી કરીયાણાની દુકાનમાં કાર્યવાહી હાથધરી ને સેમ્પલ લેવામાં આવ્યા હતા. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ કચેરી દ્વારા ફરસાણ,કરીયાણા સહિતની અન્ય દુકાનોમાં અસરકારક કાર્યવાહી કરવામાં નહિ આવતા નિયમોનું જે પાલન થવું જોઈએ તે થઈ રહયુ નથી. જિલ્લા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ફરસાણ, કરીયાણા સહિતની દુકાનોમાં ઓચિંતી તપાસ હાથ ધરીને કડક કાર્યવાહી ક્યારે કરવામાં આવશે તેતો જોવુજ બન્યુ છે.