
મોરવા(હ),
નવાગામ મોરવા હડફ ખાતે નેહરૂ યુવા કેન્દ્ર ગોધરા અને ગુજરાત ટેસ્ટ એઈડ્સ કંટ્રોલ સોસાયટીના સહયોગ થી ડ્રાયબલ યુથ માટે HIV- AIDS અને TB અવેરનેસ કાર્યક્રમ યોજાયો. નેહરૂ યુવા કેન્દ્ર ગોધરાના જિલ્લા યુવા અધિકારી વિઠ્ઠલભાઈ તથા ગુજરાત ટેસ્ટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી ડેપ્યુટી ડાયરેક્ટર મનુભાઈ વાઘેલાએ HIV અને AIDS શું છે તેનો ચેપ કઈ રીતે લાગી શકે છે તથા તેનાથી કેવી રીતે બચી શકાય છે તથા HIV સાથે જીવતા લોકો સાથે પ્રેમ સહાનુભૂતિ રાખી સમક્ષ વાતાવરણનું સર્જન કરી HIV ની સાથે સ્વસ્થઅને લાંબુ જીવન જીવવા મદદરૂપ થવા માર્ગદર્શન આપ્યું. TB લક્ષણો વિશે માહિતી આપી. HIV ની સેવાઓ માટે ગુજરાતના સેવા કેન્દ્ર અને સહાય યોજનાઓની માહિતી આપી સાથે HIV સાથે જીવતા લોકો માંથી ક્લેલ અને ભેદભાવ દૂર કરવા માટે સાંસ્કૃતિક યુવક મંડળ જગદીશ બારોટ અને સાથી કલાકારો દ્વારા નાટક અને ભવાઈ દ્વારા સમક્ષ વાતાવરણ બનાવવા નાટક રજુ કર્યુ તેમજ ગુજરાત સરકાર 1 લાખ 30 હજાર આસપાસ કેસો હાલમાં હોય ત્યારે વધારે જાગુર્તિ અને સાવધાની રાખવી તેમજ દવાઓ અને આવવા અને જવવા માટે બસ ભાડું તમામ પ્રકારની સહાય સરકાર દ્વારા આપવામાં આવે છે.