
શહેર,મોરવા હડફ ખાતે રામનવમી ની ઉજવણી ધારાસભ્ય નિમિષાબેન સુથારની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. રામનવમીને લઈને ભગવાન શ્રીરામની શોભાયાત્રા બસ સ્ટેન્ડ વિસ્તાર માંથી નીકળી હતી. આ શોભાયાત્રાનું પ્રસ્થાન મનહર સુથાર, ભાજપ અગ્રણી વિજય પટેલ સહિત અન્ય અગ્રણીઓની ઉપસ્થિતિમાં ધારાસભ્ય નિમિષાબેન સુથાર દ્વારા કરાયું હતું. ભક્તિમય ગીતો વચ્ચે ભગવાન શ્રીરામની શોભાયાત્રા વિવિધ વિસ્તારોમાં ફરી હતી.