મોરવા(હ),
પંચમહાલ જિલ્લામાં આવેલ 5 વિધાનસભા બેઠકો માંથી 125 મોરવા હદફ વિધાનસભા બેઠક માટે કોંગ્રેસના મહિલા ઉમેદવાર સ્નેહલતાબેન ખાંટ એ મતદારોના જોરે અને આત્મવિશ્વાસ સાથે આજે મોરવા હદફ ખાતે મામલતદાર સમક્ષ પોતાની ઉમેદવારી નોંધાવી. પોતાના વતન મોરવા હડફના વિરણીયા થી રેલી સાથે નીકળ્યા બાદ ખાનપુરમાં જાહેર સભાને પણ સંબોધન કર્યુ હતું. આજે બપોરના 12.39 ના વિજય મુહૂર્તમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિતની ઉપસ્થિતીમાં ઉમેદવારી પત્ર જમા કરાવ્યું હતું. સ્નેહલત્તાબેન ખાંટે જીતનો વિશ્વાસ વ્યક્ત કરતાં જણાવ્યું કે, મત માંગવા મુદ્દે તેઓ પાસે સમસ્યાના ખૂબ મુદ્દા છે. સ્નેહલતા બેન ખાંટે પોતાના સાસુને 2012 માં અને તેમના જેઠને 2017 માં આપેલા સહકાર જેમ પુન: સહકાર આપવા અને સ્વર્ગસ્થના અરમાન પુરા કરવા મતદારોને કરી વિનંતી હતી. સ્નેહલતા ખાંટે મતદારો ઉપર વિશ્વાસ હોવાનું જણાવી મતદારો સાથ સહકાર આપશે એવો આશાવાદ વ્યક્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે, પંચમહાલ જિલ્લામાં આવેલી 5 વિધાનસભા બેઠકો માંથી મોરવા હદફ બેઠક માટે કોંગ્રેસે પોતાનો ઉમેદવાર આપ્યો છે. બાકીના બેઠકો માટે આજદિન સુધી કોકડું ગુંચવાયું છે.