મોરવા હડફ ઈન્ડિયન ગેસના સંચાલક ડામોર મંજુલાબેન વખતસિંહ સામે ગેસ સિલિન્ડરનું ગ્રાહકોની યાદી વગર હેરફેર કરતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવ્યું.

જીલ્લા પુરવઠા અધિકારી અને જીલ્લાની ટીમ તથા મામલતદાર મોરવા હડફ અને તેઓની સંયુક્ત ટીમ મોરવા હડફ તાલુકાની ફેરણીમાં હતા તેઓની ફેરણી દરમિયાન સંતરોડ સંતરામપુર હાઈવે પર ડાગરિયા ગામ પાસે ઇન્ડિયન ગેસના ગેસ સિલિન્ડર ભરેલ Atul Sakti નામનું વાહન નં.GJ -17- VV -3106 હાઈવે પર ઉભુ રાખી ડિલિવરી બોય પાસે ડિલિવરી માટેના ગ્રાહકોની યાદી માંગતા ગ્રાહકની યાદી રજૂ કરેલ નથી. સદર સિલિન્ડર ઈન્ડિયન ગેસ સંચાલિત મોરવા હડફ ઇન્ડિયન ગેસના ગોડાઉન પરથી ભરેલાનું જણાવેલ છે.

જેથી વાહનતુંક વાહનમાં ડિલિવરી બોય પાસે ગ્રાહકોની યાદી ન હોય LPG Order -2000 ની કંડિકા 3- તથા 4 નો તેઓએ ભંગ કરેલ હોય અનધિકૃત રીતે ગેસ સિલિન્ડર ભરી વાહનતુક કરતા વાહન તેમજ 14.2 kg ના ભરેલા 27 ગેસ silinder તથા 5 kg na ભરેલા 8 ભરેલા ગેસ સીલીન્ડર જેની કિંમત રૂપિયા 84534 અંકે રૂપિયા ચોર્યાસી હજાર પાંચ સો ચોત્રીસ પૂરાનો વાહન તેમજ ગેસ સિલિન્ડરના જથ્થા સહિત નો જથ્થો સીઝ કરી .મોરવા હડફ તાલુકા ઇન્ડિયન ગેસ સંચાલિત મોરવા હડફ ઈન્ડિયન ગેસ ના સંચાલક શ્રીમતિ ડામોર મંજુલાબેન વખતસિંહ સામે ગેસ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.