મોરવા(હ)ના ભંડોઇ ગામમાં મહિલાને તાલિબાની સજા આપવાની ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે. ભંડોઇ ગામમાં છોકરી ભગાડી જવાની અદાવતે છોકરાની માતાને ગામની મહિલાઓએ જ નિર્વસ્ત્ર કરીને ઝાડ સાથે બાંધી હતી અને પથ્થર મારીને ધમકીઓ આપી હતી. એટલુ જ નહિં પણ મહિલાને નિર્વસ્ત્ર કરી ગામમાં ફેરવીને લાકડીથી મારમારીને ઇજા કરવાની ફરીયાદ મોરવા(હ) પોલીસ મથકે 5 મહિલા સહિત 6 સામે નોધાઇ હતી. જેમાં 5ની ધરપકડ કરાઇ અને 1 મહિલા ફરાર છે.
મોરવા(હ) તાલુકાના ભંડોઇ ગામની મહીલાનો છોકરો ગામની છોકરીને લઇને 10 દિવસ અગાઉ ભાગી ગયો હતો. જેની અદાવત રાખીને નંદાબેન પારસિંગભાઇ મકવાણા, સવિતાબેન શાંતિલાલ વળવાઇ, કૈલાશબેન વિનોદભાઇ વળવાઇ, શકરમભાઇ ગંગાભાઇ વળવાઇ, સુમીત્રાબેન રોહીતભાઇ વળવાઇ તથા મંજીબેન ચંદુભાઇ વળવાઇએ મહિલાના ઘરે જઇને “તને વહુ કરતા આવડે છે. તારો છોકરો અમારી છોકરીને ભગાડી લઈ ગયો છે. તેમ કહી અપશબ્દો બોલી મહિલાએ પહેરેલા કપડાં કાઢી નિર્વસ્ત્ર કરી દીધી હતી. અને ઘરમાંથી ઘસડી જઈ અપહરણ કરી ઝાડ સાથે બાંધી દીધી હતી. ત્યારબાદ મહિલાના હાથે, પગે દોરડા બાંધી “છોકરી પાછી લાવી આપો નહીં તો તને જીવતી છોડીશું નહીં, તારે વહુ જોઈએ છે, વહુના રોટલા ખાવા છે” તેમ કહી મહિલાને જાનથી માર વાની ધમકી આપી પથ્થરો અને ગડદાપાટુનો મારમારી ઈજાઓ પહોંચાડી હતી. ત્યાર બાદ નિર્વસ્ત્ર મહિલાને ગામમાં ફેરવતાને લાકડીથી મારમારી હતી. મહિલા સાથે થયેલ ઘટનાને લઇને મહિલા મોરવા(હ) પોલીસ મથકે 5 મહીલા સહીત 6 સામે ફરીયાદ નોધાઇ હતી. પોલીસે મહિલાને નિર્વસ્ત્રની ઘટનાની તાત્કાલીક કાર્યવાહી કરી હતી. અનેપોલીસે 4 મહીલા સહિત 5 ને પકડીને જેલને હવાલે કર્યા હતા.
1 મહિલા ફરાર ભંડોઇ ગામમાં મહિલાને નિર્વસ્ત્ર કરીને માર મારવાની ફરીયાદ નોધવા મહિલા પોલીસ મથકે અાવી હતી. તેની ફરીયાદ નોંધીને પોલીસે ભંડોઇ ગામે કોમ્બીંગ કરીને સંતાઇ ગયેલા 4 મહિલા અને અેક પુરુષ અારોપીને પકડી પાડયા હતા. જયારે અેક મહિલા અારોપી નાસી ગઇ છે. 10 દિવસ અગાઉ મહિલાનો છોકરો અેક છોકરીને લઇને ભાગી ગયાની અદાવતે ઘટના બની હતી.