મોરવા(હ) ખાતે ખાનગી ફાયનાન્સ કંપનીની શાખાના બ્રાન્ચ મેનેજર અને કેશીયર દ્વારા ફીલ્ડ ઓફિસરોએ જમા કરાયેલા 4.30 લાખ કંપનીમાં જમા નહી કરાવીને અંગત કામે વાપરી નાખ્યાની ફરીયાદ નોધાઇ છે. મોરવા હડફ તાલુકાના મોરવા હડફ ગામે ફ્યુઝન ફાયનાન્સ લિમિટેડ કંપનીની શાખા આવેલી હતી. આ આ શાખામાં બ્રાન્ચ મેનેજર તરીકે રવેશીંગ જેસીંગભાઇ બારીયા અને કેશિયર તરીકે વિજયસિંહ પગી નોકરી કરતા હતા.
કંપનીના ફિલ્ડ ઓફિસરો ગ્રાહકો પાસેથી નાણાં ઉઘરાવીને મેનેજર અને કેશીયરને જમા કરાવતા હતા. ફ્યુઝન ફાઈનાન્સ લિમિટેડ કંપનીના બ્રાન્ચ મેનેજર અને કેશિયરનાઓ ફીલ્ડ ઓફિસરોએ જમા કરાવેલા 4,30,634 રૂપિયા કંપનીમાં જમા નહીં કરાવી પોતાના અંગત કામે વાપરી નાખ્યા હોવાનું કંપનીની તપાસમાં બહાર આવ્યું હતું. શાખાના બ્રાન્ચ મેનેજર અને કેશિયર દ્વારા કંપની સાથે વિશ્વાસ ઠગાઈ કર્યાની પોલીસ સ્ટેશન મથક ખાતે ફરિયાદ નોંધાઇ હતી