મોરવા(હ) ગામે પોલીસ મથક નજીક નંદ ઘરની સામે ખુલ્લેઆમ દારૂનું વેચાણ

બુટલેગરોમાં પોલીસનો ખૌફ રહ્યો નથી.

મોરવા(હ)
મોરવા(હ) ગામે તાલુકા પંચાયત કચેરી તેમજ પોલીસ મથક નજકી જી.કે. હાઈસ્કુલ પાસે ખુલ્લેઆમ દારૂ નું વેચાણ થઈ રહ્યું છે. એક તરફ દારૂ ના વેચાણ અને પીવા ઉપર પ્રતિબંધ હોવા છતાં જે રીતે દારૂ નું વેચાણ થઈ રહ્યું છે. તે જોતાં પોલીસની કામગીરી સામે શંકા સેવાઈ રહી છે.

ગુજરાત રાજ્યમાં દારૂ ના વેચાણ અને બીયર ઉપર પ્રતિબંધ છે. તેમ છતાં રોજબરોજ કરોડો રૂપીયાનો દારૂ ઝડપ્યાનો હોય છે. પોલીસ દ્વારા અવારનવાર રેડ કરીને દારૂ નો જથ્થો ઝડપી પાડવામાં આવતો હોવા છતાં બુટલેગરો બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે. પંચમહાલ જીલ્લાના મોરવા(હ) ગામે પોલીસ સ્ટેશન થી તેમજ તાલુકા પંચાયત કચેરી થી નજીક જી.કે.હાસ્કુલની સામે નંદઘરની સામે ખુલ્લેઆમ દારૂ નું વેચાણ કરવામાંં આવી રહ્યું છે. મોરવા(હ) ગામે આ સ્થળે દારૂની મહેફીલ જામેલી જોવા મળે છે. તે જોતાં જાણે બીયર બાર જોવા દ્દશ્યો લાગે છે. પંચમહાલ પોલીસ તેમજ સ્થાનિક પોલીસ દ્વારા વારંવાર દારૂ વેચતા તત્વોને ઝડપી પાડી કાર્યવાહી કરવામાં આવતી હોવા છતાંં મોરવા(હ) ગામે થતાં દારૂ ના વેચાણને જોતા જાણે બુટલેગરોને પોલીસનો ડર રહ્યો નથી અથવા મીઠી નજર હેઠળ બુટલેગરો બેફામ બનીને દારૂ નું વેચાણ ખુલ્લેઆમ કોઈપણ જાતના ડર વગર કરી રહ્યા છે. ત્યારે શું મોરવા(હ) ગામે ખુલ્લેઆમ વેચાતા દારૂ ઉપર પોલીસ કાર્યવાહી કરી લગામ લગાવશે ખરી ?