- ચૂંટણી અધિકારીને લેખિત અરજી કરી ભાજપના નિમિષા સુથારની ઉમેદવારી રદ્દ કરવા કરી અરજી.
- આદિવાસી રિઝર્વ બેઠક માટે ભાજપના ઉમેદવાર સાચા આદિવાસી ન હોવાનો અરજીમાં કરાયો ઉલ્લેખ.
- ભાજપના ઉમેદવાર નિમિષા સુથાર સાચા અનુસૂચિત જનજાતિના ન હોય તેમની ઉમેદવારી રદ્દ કરવા માંગ
- ભાજપના ઉમેદવાર નિમિષાબેન સુથારે વાંધા અરજી મુદ્દે આપ્યો ખુલાસો.
- પોતે આદિવાસી હોવા અંગેનું પ્રમાણપત્ર રજૂ કર્યુ છે જે આધારે ચૂંટણી અધિકારીએ પોતાનું ઉમેદવારી પત્ર માન્ય રાખ્યું છે
મોરવા હડફ વિધાન સભા બેઠક ઉપર પેટા ચૂંટણી નો જંગ જામે તે પહેલા ભાજપ અને કોંગ્રસ પક્ષ ના ઉમેદવારો વચ્ચે જાતીય પ્રમાણ પત્રનો જંગ શ થયો છે. ત્યારે મોરવા હડફ વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કટારાએ ચૂંટણી અધિકારીને આક્ષેપ યુકત વાંધા અરજી આપી ભાજપ ઉમેદવાર આદિવાસી નહિં હોવાની રજૂઆત કરવામાં આવતાં રાજકીય માહોલ ગરમાઈ ગયો હતો. દરમ્યાન ભાજપના ઉમેદવાર નિમિષાબેન સુથારે પોતે આદિવાસી હોવા અંગેનું પ્રમાણપત્ર રજૂ કર્યુ હતું. જે આધારે ચૂંટણી અધિકારીએ પોતાનું ઉમેદવારી પત્ર માન્ય રાખ્યું હતું.
આગામી ૧૭ એપ્રિલના રોજ મોરવા હડફ વિધાનસભા પેટા ચૂંટણી યોજવા જઈ રહી છે ત્યારે ભાજપ અને કોંગ્રસ પક્ષ ના ઉમેદવારો વચ્ચે જાતીય પ્રમાણ પત્રનો જંગ શરૂ થયો છે ભાજપના ઉમેદવાર નિમીષા બેન સુથાર ખોટા આદિવાસી હોવાનો કોંગ્રેસના ઉમેદવાર સુરેશભાઈ કટારા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. ત્યારે આ મામલે ચૂંટણી અધિકારી લેખિત અરજી કરવામાં આવી છે અને આદિવાસી રિઝર્વ બેઠક માટે ભાજપના ઉમેદવાર સાચા આદિવાસી ન હોવાનો અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ચુંટણી તંત્રને કરાયેલી આક્ષેપ યુકત વાંધા અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ભાજપના ઉમેદવાર અનુસુચિત જનજાતિના સભ્ય હોવાની બાબત તદ્દન ખોટી, ઉપજાવી કાઢેલ અને બનાવટ આધારીત છે. તેઓ અનુસૂચિતજનજાતિના સભ્યો ન હોવા છતાં પોતે અનુસૂચિતજનજાતિના છે તેવું જાહેર કરી ઉમેદવારીપત્ર ભરેલ છે.આથી ઉમેદવારીપત્ર રદ કરવું જોઈએ. વાંધા અરજી કરતાં સુરેશભાઈ કટારા એ વધુમાં આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, ભાજપના ઉમેદવારના પિતા એ તેમની જ્ઞાતિ હિંદુ પટેલીયા દર્શાવેલ છે. અને શાળાના રજીસ્ટરમાં નોંધ છે. શાળા છોડયાનું પ્રમાણપત્રમાં પણ નોંધ છે. તે આધારે જાતિ પ્રમાણપત્ર મેળવેલ છે. અને અગાઉ પિતાના જ્ઞાતિના પ્રમાણપત્રની તપાસ તકેદારી આયોગ દ્વારા કરવામાં આવેલ છે. તે મુજબ તેઓના પિતા આદિજાતિમાં સમાવેશ થતો નથી. આ આધારે ભાજપના ઉમેદવાર નિમિષાબેન સુથાર અનુસૂચિતજનજાતિ સમૂહમાં આવતા નથી. જેથી ઉમેદવારી પત્ર રદ કરવાની માંગ કરી હતી. તો બીજી તરફ પોતે સાચા આદિવાસી હોવાનો ભાજપ ઉમેદવાર નિમીષાબેન સુથાર દ્વારા દાવો કરવામાં રહ્યો છે. આદિજાતિ વિષ્લેષણ સમિતિ ગાંધીનગર ગુજરાત સરકાર ધ્વરા વર્ષ ૨૦૦૭ થી જાતિપ્રમાણ પત્ર માન્ય રાખેલ હોય પોતે પિતાના દરજ્જાના આધારે અનુસૂચિત જન જાતિ ના ઉમેદવાર હોવાનો દાવો ભાજપ ના ઉમેદવાર નિમીષા બેન સુથાર દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે ટિકિટ વાંચ્છુંકો દ્વારા આ પ્રકાર ની અમારા વિરૂદ્ધ ની પ્રવૃતીઓ કરવામાં આવતી હોવાનો આરોપ ભાજપ નિમિષાબેન સુથાર લગાવી રહ્યા છે.
મામલો રાજકીય ગલિયારીઓમાં ટોપ ઓફ ધ ટાઉન બન્યો..
મોરવા હડફ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીને લઇ ગઈ કાલે ગઈ કાલે ભાજપ અને કોંગ્રેસ ઉમેદવાર દ્વારા ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા ઉમેદવારી પત્ર ભર્યા ના ૨૪ કલાક જેટલો સમય પણ નથી વીત્યો ત્યાંજ બન્ને પક્ષ વચ્ચે જાતીય દાખલાની જંગ શરૂ થઈ ચુકી છે. મોરવા હડફ પેટા ચૂંટણી માટે પ્રચાર પ્રસાર જંગ શરૂ થાય તે પહેલા બને પક્ષો વચ્ચે જાતીય પ્રમાણ પત્ર ની જંગ શરૂ થઇ છે. તેવામાં હાલ આ મામલો રાજકીય ગલિયારીઓમાં ટોપ ઓફ ધ ટાઉન બનવા પામ્યો છે.
મને ન્યાય તંત્ર ઉપર પુરો વિશ્ર્વાસ છે…..
ઉમેદવારીપત્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવતાં કોંગ્રેસ દ્વારા કરાયેલી વાંધા અરજી સંદર્ભે ફોર્મ દરમ્યાન સક્ષમ અધિકારીના માન્ય પ્રમાણપત્ર રજુ કરેલ છે. આ ધ્યાને લઈને ફોર્મ માન્ય રાખવામાં આવ્યું છે. અને કરવામાં આવેલી અમારા વિરૂદ્ધની વાંધા અરજી અમાન્ય કરેલ છે. અત્યારથી જ કોંગ્રેસને હાર ભાળી જતાં આવા અખતરા કરવામાં આવી રહ્યા છે. પિતાના દરજ્જે અનુસૂચિતજનજાતિની મહિલા છું અને મને ટીકિટ ભાજપા એ આપી છે. અને વિરોધીઓ ખોટી ખોટી રજુઆત કરી રહ્યા છે. પરંતુ મને ન્યાય તંત્ર ઉપર પુરો વિશ્ર્વાસ છે.