મોરવા(હ)ના અગરવાડા ગામે લગ્ન પ્રસંગની વિધીમાં કારની અડફેટમાં ઈજાગ્રસ્ત થયેલ ૭ વ્યકિત પૈકી 2 યુવાનના મોત

મોરવા(હ),
મોરવા(હ) તાલુકાના અગરવાડા ગામે લગ્ન પ્રસંગમાં કાર ચાલકે અકસ્માત સર્જાયો હતો. જેમાં ૧ વ્યકિતનું મોત જ્યારે ૭ લોકોને ઈજાઓ થતાં સારવાર અર્થે ખસેડાયા હતા. તે પૈકી બે યુવાનોના મોત નિપજાવ પામ્યા છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે મોરવા(હ) તાલુકાના અગરવાડા ગામે રામસિંગભાઈ લલ્લુભાઈ ના છોકરાના લગ્ન પ્રસંગે હોય તેની ગોતરવિધી પૂજન માટે બેટરીના અજવાળે રોડ ક્રોસ કરતા હતા. દરમ્યાન કાર નં. જીજે.૩૫.એચ.૨૮૧૨ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે હંકારી લાવી રોડ ક્રોસ કરતાં લોકોને અડફેટમાં લીધા હતા. જેમાં એક વ્યકિતનું મોત નિપજ્યું હતું. જ્યારે ૭ વ્યકિતને ઈજાઓ થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સારવાર અર્થે દાખલ કરેલ અંકુર દિપસિંહ બારીયા ઉ.વ.૨૪, આશિષ વાડીલાલ બારીયા ઉ.વ.૨૨નું સારવાર દરમ્યાન મોત નિપજાવા પામ્યું. આમ, અગરવાડા ગામે લગ્ન પ્રસંગમાં થયેલ અકસ્માતમાંં ત્રણના મોત થયા હતા.