ગોધરા ખાણ ખનીજ વિભાગે મોરવા(હ)ગામે બિનઅધિકૃત રીતે ખનીજનુ ખનન કરતી ટ્રક સાથે એક ઈસમની અટકાયત કરી હતી.
પંચમહાલ જીલ્લામાં મોટા પ્રમાણમાં કુદરતી ખનીજ સંપતિથી પથરાયેલ વિસ્તાર છે. અને ત્યાં કેટલાક ખનીજ માફિયાઓ દ્વારા ગેરકાયદેસર અને બિનઅધિકૃત રીતે રેતીની બિન્દાસ્તપણે હેરાફેરી કરી તેને ટ્રકો અને ટ્રેકટર મારફતે બિનઅધિકૃત ખનન કરવામાં આવી રહ્યુ છે. પંચમહાલ ખાણ ખનીજ વિભાગની ટીમ રૂટીન ચેકિંગમાં હતી ત્યારે ખાનગી રાહે બાતમી મળી હતી કે, મોરવા(હ)ગામમાં એક ટ્રક દ્વારા બિનઅધિકૃત રીતે ખનીજ તત્વ રેતીનુ ખનન કરવામાં આવી રહ્યુ છે. જેથી ખાણ ખનીજ વિભાગ દ્વારા બાતમીવાળી જગ્યાએ રેઈડ કરી બિનઅધિકૃત ખનન કરી રહેલા એક ટ્રક સાથે એક ઈસમની અટકાયત કરી રૂ.30 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરાઈ હતી. જયારે પકડાયેલ મુદ્દામાલ જપ્ત કરી મોરવા(હ)પોલીસ મથકે મુકવામાં આવ્યો હતો.