ગોધરા, પંચમહાલ જીલ્લાના મોરવા(હ) અને શહેરા પોલીસ મથક ધાડના 6 ગુનામાં 25 વર્ષથી નાસ્તા-ફરતા વોન્ટેડ અંગે એસ.સી.બી. પોલીસને મળેલ બાતમીના આધારે સંતરોડ ઓવરબ્રીજ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો.
વિસ્તૃત વિગતો મુજબ પંચમહાલ જીલ્લાના મોરવા(હ) અને શહેરા પોલીસ મથકના ધાડ અને આર્મ્સ એક્ટના 6 ગુનામાં આરોપી મહેશભાઇ કેશુભાઇ ઉર્ફે કેલાભાઇ ચારેલ (રહે.ચારેલ ફળીયું, બાલવાસાના ચાંટલા, મેઘનગર, એમ.પી.) છેલ્લા 25 વર્ષથી વોન્ટેડ આરોપી હોય આરોપી અંગે ગોધરા એલ.સી.બી.ને ચોકકસ બાતમી મળી હતી કે વોન્ટેડ આરોપી સંતરોડ અદવરબ્રીજ આસપાસ છે. જેને આધારે એલ.સી.બી. પોલીસે વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો. આગળની કાર્યવાહી માટે મોરવા(હ) પોલીસ મથકને સોંપવામાં આવ્યો.