મોરવા(હ),મોરવા(હ)તાલુકાના અગરવાડા ગામે પાનમ ડેમના કિનારા પાસે નાંખેલ પાસી(જાળી)જોવા માટે છોકરો પાણીમાં ઉતરેલ હતો દરમિયાન જાળીમાં પગ ફસાઈ જતાં તેને બચાવવા માટે 55 વર્ષિય વ્યકિત ગયા હતા તે ડેમના કિનારા ભાગે પાણીમાં ડુબી જતાં મોત નીપજવા પામ્યુ છેે.
પ્રાપ્ત માહિતી મુજબ મોરવા(હ)તાલુકાના આગરવાડા ગામે ભગત ફળિયામાં રહેતા વિમળાબેન નવલભાઈ પટેલનો છોકરો સંજયભાઈ જે પાનમ ડેમના કિનારા પાસે માછલી પકડવા માટે પાસી(જાળી)નાંખેલ હોય તે જોવા પાણીમાં ઉતરેલ હતો દરમિયાન સંજયનો પગ જાળીમાં ફસાઈ ગયો હોય જેથી બચાવવા માટે પિતા નવલભાઈ ફતાભાઈ પટેલ પટેલ(ઉ.વ.55)પાણીમાં ઉતર્યા હતા. દરમિયાન પોતે પાણીમાં ડુબી જતાં મોત નીપજયું હતુ. આ બાબતે મોરવા(હ)પોલીસ મથકે અકસ્માત મોત અન્વયે ફરિયાદ નોંધાવવા પામી છે.