મોરવા(હ), મોરવા(હ) તાલુકાના વાડોદર ગામે આવેલ એચ.પી. ગેસ એજન્સીમાં પંચમહાલ જીલ્લા પુરવઠા અધિકારી દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં ઉજજવલા લાભાર્થીઓ પાસેથી કનેકશન દીઠ 500 થી 600 રૂપીયા લેવાઆવ્યા હોય તેમજ ગેસ બોટલ ભરવાના 918/-રૂા.ની જગ્યાએ 950/-રૂા. વસુલતા આવતા હતા. તેમજ 347 ગેસ બોટલ ભરેલા તેમજ ખાલીની ધટ તેમજ 13 પ્રેશર રેગ્યુલરની ધટ જોવા મળી ગેસ એજન્સી ખુલાસો નહિ કરી જતા ગેરરીતિ ઝડપાઈ જવા પામી છે.
પંચમહાલ જીલ્લા પુરવઠા અધિકારી એચ.ટી.મકવાણા દ્વારા મોરવ(હ) તાલુકાના વાડોદર ગામે આવેલ એચ.પી. ગેસ એજન્સીની આકસ્મિક તપાસ હાથ ધરી હતી. તપાસ કરતાં ઉજજવલા યોજના અંતર્ગત ગેસ કનેકશન લીધેલ લાભાર્થીઓ સાથે પુરવઠા અધિકારી ફોન ઉપર વાત કરતાં ઉજજવલા યોજનાના ગેસ કનેકશન દીઠ 500,600/-રૂા. વધારે લેવામાં આવેલ હોવાનું સામે આવ્યું હતું. તેમજ ગેસ સિલિન્ડરના ગ્રાહકોને હોમ ડીલવરી કરવામાં આવતી ન હતી. ઉપરાંત ગેસ બોટલ ભરાવામાં આવે તેમની પાસેથી રૂા.918/-ની જગ્યાએ 950/-રૂપીયા વસુલ કરવામાં આવતા હતા. એટલે નિયત ભાવ કરતાં ઓવર ચાર્જ વસુલવામાં આવતો હતો. ગેસ એજન્સી માંથી 347 ગેસ સિલિન્ડર ભરેલા અને ખાલી બોટલની ધટ મળી આવી હ તી. 13 પ્રેશર રેગ્યુલેટરની પણ ધટ સંભળાવી હતી. એજન્સીમાં પુછપરછ દરમિયાન સંંતોષકારક ખુલાસો રજુ કરી શકયા ન હતા. એજન્સી દ્વારા ગેસ બોટલની ગ્રાહકોને ડીલીવરી બીલ પણ આપવામાંં આવતુંં નથી. આમ વાડોદરા લક્ષ્મી ગેસ એજન્સીમાંં અનેક ગેરરીતિ ચેકીંગ દરમિયાન જણાઈ આવી હતી.