મોરવા(હ),મોરવા(હ) તાલુકાના સુલીયાત ગામે ફરિયાદીના ધરે જ આરોપીઓ ગાળો બોલતા આવી અમારા પિતાએ અમારી જમીન તમને વેચાણ આપી છે. તે પાછી આપી દો તેમ કહી ગાળો બોલતા હોય તે અટકાવવા આરોપીઓ મહિલાને લાકડી વડે તેમજ ફરિયાદને મારમારી ઈજાઓ પહોંચાડતા મોરવા(હ) પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.
પ્રાપ્ત વિગતો મુજબ મોરવાક(હ) તાલુકાના સુલીયાત ગામે રહેતા ભલેસિંહ અમરસિંહ ખાંટ તથા લલીતાબેન તેમના ધરે હતા. ત્યારે આરોપીઓ આશીષ હિરાભાઈ ખાંટ, રાજેન્દ્ર હિરાભાઇ ખાંટ, નિલેશ ઈશ્ર્વરભાઇ ખાંટ , રાહુલ ઈશ્ર્વરભાઇ ખાંટ ગાળો બોલતા તેમના ધરે આવયા હતા અને અમારા પિતાએ અમારી જમીન તમને વેચાણ આપી છે. તે પરત આપી દો તેમ કહી ગાળો આપતાં ભલેસિંહએ ગાળો આપવાની ના પાડી હતી. જેથી આરોપી આશીષ ઉશ્કેરાઈ જઈ લલીતાબેનને હાથના કાંડા ઉપર લાકડી મારી ઈજાઓ પહોંચાડી હતી. જ્યારે અન્ય બે ઈસમોએ ભલેસિંહને પકડી રાખી સાથળના ભાગે લાકડીના ફટકા મારી ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપતાં આ બાબતે મોરવા(હ) પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.