મૉરોક્કોમાં ભૂકંપ પછી હવે ભૂખથી લોકો પીડાય છે

મોલયબ્રાહિમ, મૉરોક્કોમાં છેલ્લા છ દશકમાં સૌથી વિનાશકારી ભૂકંપ બાદ ગઈ કાલે લોકોએ અન્ન અને પાણી માટે સંઘર્ષ કરવો પડ્યો હતો. અનેક ગામો સુધી પહોંચવું મુશ્કેલ હતું. મિસિંગ વ્યક્તિઓ માટે સતત શોધ ચાલી રહી હતી. શુક્રવારે મોડી રાત્રે આવેલા ભૂકંપમાં મૃત્યુ પામનારાઓની સંખ્યા ૨૦૦૦ કરતાં વધુ જણાવાઈ છે. જોકે હજી પણ અનેક લોકો કાટમાળ નીચે દટાયા હોવાના કારણે મૃત્યુ પામનારાઓની સંખ્યામાં ખાસ્સો વધારો થવાની શક્યતા છે.

અનેક લોકોએ સળંગ બીજી રાત ખુલ્લામાં વિતાવી હતી. પર્વતીય વિસ્તારોમાં રહેલાં ગામોને સૌથી વધુ અસર થઈ છે, ત્યાં સુધી પહોંચવા બચાવકાર્યકરો સંઘર્ષ કરી રહ્યા છે. અહીં અનેક અંતરિયાળ વિસ્તારોમાં રહે છે જ્યાં અનેક મકાનો વસ્ત થયાં છે.