મોરબી ઝુલતા પુલ દુર્ધટનામાં ગરબાડાના ટૂંકીવજુના ત્રણ યુવાનોને ફસાવવાના મામલે કલેકટરને આવેદન


દાહોદ,
મોરબીમાં બેનલી ઘટનામાં આદિવાસી સમાજના ગરબાડા તાલુકાના ટૂંકીવજુ ગામના ત્રણ જેટલા યુવકોને ખોટા આરોપો નાખી ફસાવાવવામાં આવ્યા હોવાના આક્ષેપો સાથે જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું હતું.

મોરબીમાં ઝુલતા પુલની દુ:ખદ દુર્ઘટનામાં 140 કરતા પણ વધારે લોકોએ જીવ ગુમાંવ્યા છે એ તમામને દાહોદના આદિવાસી સમાજે મૃતકોના પરિવાર સાત્વના આપી દીલાસો આપી દાહોદ જિલ્લા કલેકટરને આવેદન પત્ર સુપરત કરવામાં આવ્યો. જેમાં દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ટૂંકીવજુ ગામના ત્રણ જેટલા આદિવાસી યુવાઓ કોન્ટ્રેકટરની આગેવાનીમા મોરબીના ઝુલતા પુલ પર મંજૂરી કામ કરતા હતા.એ ત્રણે આદિવાસી યુવાનોની મોરબી પોલીસે અટકાયત કરી છે. જેમાં પુલ ટુટવાને લઈ ગરબાડા તાલુકાના ટૂંકીવજુ ગામના ત્રણ યુવાનોની મોરબી પોલીસે અટકાયત કરી એમને જેલ ભેગા કરવામાં આવ્યા છે. જેમાં આદિવાસી સમાજ આં કાર્યને વખોડીને સખ્ત વિરોઘ કરે છે અને આદિવાસી સમાજ પર અન્યાય કરવામાં આવે છે. આં અન્યાય અને અત્યાચાર દૂર કરી ન્યાયની માંગ કરી છે. આં દુ:ખદ ઘટનાના મુખ્ય આરોપીઓ ફરે છે. આ દુ:ખદ ઘટનાના જવાબદાર આરોપીઓની ઘરપકડ કરવામાં આવે એવી માંગ સાથે દાહોદ આદિવાસી સમાજના અગ્રણીઓ દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.